સફરજનનું નામ પડતા જ કાશ્મીર અને હિમાચલપ્રદેશનો લીલોતરી યાદ આવે છે. ઠંડા પ્રદેશનો આ પાક ગરમી જરાં પણ સહન કરી શકતો નથી.પરંતુ હવે ૪૫ થી ૪૬ ડિગ્રી તાપમાન ધરાવતા વિસ્તારમાં પણ સફરજન ઉગાડી શકાય તેવી એચઆરએમએન -૯૯જાત વિકસાવવામાં આવી છે. આ જાતના શોધક વૈજ્ઞાાનિક કે.સી શર્માએ દાવો કર્યો કે પોતે દેશના ઘણા વિસ્તારોમાં સફરજન ઉગાડી શકયા છે પરંતુ સફરજનની આ જાત ૫૦ ડિગ્રી જેટલું તાપમાન પણ સહન કરી શકે છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સફરજનની ખેતી થતી હતી પરંતુ જમ્મુના ઉંચા તાપવાનમાં પણ સફરજનનું સારુ ઉત્પાદન લઇ શકાશે. સફરજનનું એક વૃક્ષ સામાન્ રીતે એક કવીન્ટલ ફળ આપે છે.
સામાન્ય રીતે ૨૦ ડિગ્રીથી જો તાપમાન ઉંચું જાયતો સફરજનની ગુણવતા બગડે છે પરંતુ નવી શોધાયેલી જાત બમણાથી પણ વધુ તાપમાનમાં ઉત્પાદન આપતી હશે.સાંબા જીલ્લાના રાજડી ગામમાં સફરજનની નવી જાતનો પ્રયોગ કરવામાં આવતા વધુ તાપમાનમાં પણ સારો ઉગાવો ધરાવે છે. સાંબાનો સ્થાનિક કંડી વિસ્તાર પીવાના પાણીની સમસ્યાથી ઘેરાયેલો રહે છે આથી ખેતીવાડી માટે પણ પાણી પુરતું મળતું નથી આવા સંજોગોમાં ખેતી કરવી એક પડકાર બની જાય છે. ઉનાળા દરમિયાન તાપમાન પણ વધારે રહે છે. આમાં સફરજનના પાક માટે વિપરીત કહી શકાય તેવું વાતાવરણ હોવા છતાં સફરજનની આ જાત ટકી શકી છે.
કાશ્મીર અને હિમાચલના વિવિધ વેરાયટીના સફરજનની સિઝનમાં માંગ રહે છે. જે વિસ્તારોમાં સફરજન પેદા થતા નથી ત્યાંના સ્થાનિક ફ્રુટ બજારમાં મોં માંગ્યા દામે સફરજન ખરીદવા પડે છે. સફરજનથી આરોગ્ય સારુ રહેતું હોવાથી લોકો ઉંચા દામે પણ ખરીદતા ખચકાતા નથી. જો કાશ્મીર અને હિમાચલ જેવા ઠંડા પ્રદેશનું ગણાતું સફરજન ગુજરાત,રાજસ્થાન,અને મહારાષ્ટ્ર જેવા વધુ તાપમાન ધરાવતા પ્રદેશોમાં પણ વાવી શકાશે તો એક ક્રાંતિ ગણાશે.સફરજનનું વિવિધ સ્થળ ઉત્પાદન થતું રહે તો તેના ભાવ પણ સામાન્ય માણસને પરવડે તેવા રહેશે.
Write a comment ...